Gujarat

હિંમતનગરના પીપોદરમાં બદલાની ભાવના સાથે ૪ વર્ષના બાળકનું અપહરણ કરાયું

હિંમતનગર
હિંમતનગર તાલુકાના પીપોદર ગામમાંથી તા.૨૦/૧૨/૨૧ ના રોજ ઘર આગળથી ૪ વર્ષીય પ્રીન્સ ગૂમ થતા પરીવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને બાળક મળી ન આવતા રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસકર્મી રાકેશભાઇએ વિગત આપતા જણાવ્યુ કે આ પરીવારમાં સાયરાબાનુ નામની મહિલાને પાંચેક વર્ષ અગાઉ કાઢી મૂકી હતી અને ઘટનાના દિવસે તેની સગીર દીકરી એક્ટીવા લઇને પીપોદર ગામે આવી હતી અને તેના ગયા બાદ બાળક ગૂમ થયાની ખબર પડી હતી. પરીવારે આવી માહીતી આપ્યા બાદ સગીરા અને તેની માતાની પૂછપરછ કરવા દરમિયાન મોડી રાતે ભાંગી પડ્યા બાદ કબૂલી લીધુ હતુ કે તે બાળકને લઇ આવી છે અને મહેતાપુરા સુલભ શૌચાલયના ધાબા પર બાળકને રાખ્યુ છે અને તેનુ ધ્યાન રાખવા રાજુભાઇ કચરાભાઇને કહ્યુ છે ત્યારબાદ સહેજ પણ વિલંબ કર્યા વગર મહેતાપુરા પહોંચી બાળકને છોડાવી સગીરા, રાજુભાઇ કચરાભાઇની અટકાયત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે. માતાને કાઢી મૂકેલ હોવાથી આ પરીવારને હેરાન કરવા સગીરાએ આવુ કર્યું હોવાનુ જણાવ્યુ હતું. હિંમતનગર તાલુકાના પીપોદર ગામમાં ગત તા.૨૦/૧૨/૨૧ ના રોજ બપોરે બેએક વાગ્યાના સુમારે ઘર આગળથી ૪ વર્ષીય બાળકનું અપહરણ થતા ચકચાર મચી જવા પામી હતી રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણની ગત્થી ખોલી બાળકને હિંમતનગરના મહેતાપુરા સુલભ શૌચાલયના ધાબા પરથી એક શખ્સ સાથે શોધી કાઢતા સૌ કોઇએ રાહતનો દમ લીધો હતો. સગીરા અને એક શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી રૂરલ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *