જામનગર પોલીસે રાજકોટના એક બેંક કર્મચારી અને તેના પરિવારના અપહરણ તથા બળજબરીથી નાણાં વસૂલવાના કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બેંક કર્મચારી અને તેના પરિવારને જામનગરમાં એક બંગલામાં ગેરકાયદેસર રીતે બંધક બનાવી ધમકી આપી અને મારકૂટ કરી રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે.
આ કેસમાં જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એક અજાણ્યો શખ્સ પણ આ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.
પ્રાથમિક તપાસ અનુસાર, ૨૭.૨૦ લાખ રૂપિયાની લેવડદેવડના વિવાદને કારણે આરોપીઓએ કાવતરું ઘડી ફરિયાદીનું અપહરણ કર્યું હતું. તેમને જામનગરના એક બંગલામાં રાખી ધમકીઓ આપી અને મારકૂટ કરીને આશરે ૯.૭૫ લાખ રૂપિયા બળજબરીથી વસૂલવામાં આવ્યા હતા.

