જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાંદીબજાર ચોક ખાતે ‘વિજય વિશ્વાસ સંમેલન’ યોજાયું હતું. આ સંમેલનમાં સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી અને શહેરના પ્રભારી ધનસુખભાઈ ભંડેરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલન દરમિયાન, મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા તમામ 60 કોર્પોરેટરોનો મંચ પર પરિચય કરાવવામાં આવ્યો હતો અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનું ફોટોસેશન પણ યોજાયું હતું.

આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી અને મનહરભાઈ ઝાલા, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. ચાંદીબજાર ચોક કાર્યકરોની ભીડથી ભરાઈ ગયો હતો.

