અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા આધેડ વેપારીને પંજાબના ફિરોજપુરના યુવકે ટ્રેનમાં મિત્રતા કરીને વીડિયો કોલ મારફતે ખરાબ વાતોથી ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ સગા સંબંધી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ. 8.88 લાખ પડાવી લીધા હતા.
આ વીડિયો બાબતે ક્રાઈમ બ્રાન્ચના PIની ઓળખ આપીને પણ રાહુલ નામના શખ્સે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે આધેડ વેપારીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકે ટ્રેનમાં મિત્રતા કરી ફસાવ્યા, ગુગલ પેથી 17 હજાર પડાવ્યા મળતી માહિતી મુજબ, જશોદાનગરમાં 54 વર્ષીય આધેડ તેના પરિવાર સાથે રહે છે અને કેટરિંગનો વ્યવસાય કરે છે. 2023માં તેઓ ટ્રેનમાં બેસીને પંજાબ ખાતે જતા હતા, ત્યારે ફિરોજપુર સ્ટેશન પર તેમની બાજુમાં એક વ્યક્તિ બેઠો હતો જેણે પોતાનું નામ નિખિલ પુરાના જણાવ્યું હતું. વાતચીત કરતા તેમની સાથે મિત્રતા થઈ હતી અને મોબાઈલ નંબરની આપ લે થઈ હતી.
બે મહિના બાદ નિખિલે ફોન કરી અને કહ્યું હતું કે મારી માતાની તબિયત ખરાબ છે અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. પરીક્ષાની ફી ભરવા પૈસાની જરૂર છે. જેથી આધેડ વેપારીએ ઓનલાઇન ગુગલ પે મારફતે 17,000 રૂપિયા આપ્યા હતા.
વીડિયો કોલમાં ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો ત્યારબાદ વોટ્સએપ નંબર ઉપર એક વીડિયો મોકલ્યો હતો, જે બાબતે નિખીલને પૂછતા તેણે કહ્યું ભૂલથી તમારામાં આવી ગયો છે. સપ્ટેમ્બર 2025માં નિખીલે વીડિયો કોલ કર્યો હતો અને વીડિયો કોલમાં બિભત્સ વાતો કરી અને આધેડ વેપારીને ઉત્તેજિત કર્યો હતો.
ત્યારબાદ તેની પાસે 2000ની માંગણી કરતા મિત્રતા ભાવથી ઓનલાઇન મોકલી આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ નિખિલે તેના ફોનથી એક વીડિયો મોકલ્યો હતો જે જોતા તેમાં વીડિયો કોલમાં ઉત્તેજિત કર્યો હોવા અંગેનો અશ્લીલ વિડિયો હતો.

