લાલપુર તાલુકાના પીપળી ગામના પ્રફુલ પુંજાભાઈ ટોયટા ઉર્ફે કાનજી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. શરીર સંબંધી ગુના નોંધાયા બાદ તેની ધરપકડ કરીને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રફુલ ટોયટા સામે શરીર સંબંધી ગુના નોંધાયા હતા. આ ગુનાઓને ધ્યાનમાં રાખીને એલ.સી.બી.ના પી.આઈ વી.બી. ચૌધરી અને લાલપુરના પી.આઈ કે.એલ. ગરચર દ્વારા તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.
આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી મળ્યા બાદ ગઈકાલે એલ.સી.બી.એ પ્રફુલ ટોયટાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.

