ગીર સોમનાથ જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. ઉના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે, દીવ તરફથી એક સફેદ ફોર વ્હીલ કારમાં (નં. GJ-05-CG-9683) બે શખ્સો થેલામાં દારૂ ભરીને આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ કારને રોકવામાં આવી અને તેની તલાશી લેવામાં આવી.

કારની પાછળની સીટ પરથી એક થેલો મળી આવ્યો હતો, જે ખોલીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી આવી હતી. પોલીસે વિવેકભાઈ મહેશભાઈ હરસોરા (ઉ.વ. 27, રહે. નુતન નગર, સરકારી ગોડાઉન પાસે, મહુવા, જિ. ભાવનગર) અને રાહુલભાઈ પોપટભાઈ જોળીયા (ઉ.વ. 31, રહે. નુતન નગર, મંજુર કલ્યાણ કેન્દ્ર પાસે, જજ બંગલા સામે, મહુવા, જિ. ભાવનગર) ને ઝડપી પાડ્યા હતા.

