ઉનાની કોર્ટે 25-25 લાખના બે ચેક રિટર્ન કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે.કેસની વિગત મુજબ, ફરિયાદી ધિમંતભાઈ પ્રદીપભાઈ શાહ (રહે. ઉના) એ ફોજદારી કેસ નં. 1328/2018 દાખલ કર્યો હતો.
તેમણે આરોપ મૂક્યો હતો કે મુંબઈના મહેન્દ્ર પ્રભાશંકર જોષી, ભઠ્ઠા મહેન્દ્ર જોષી અને રાજેશ મહેન્દ્ર જોષીએ 28.05.2018 ના રોજ તેમની પાસેથી અંગત જરૂરિયાત માટે રોકડા 25 લાખ ઉછીના લીધા હતા.આ રકમના બદલામાં, આરોપીઓએ કોસમોસ બેંક, ઘાટકોપર બ્રાન્ચનો 25 લાખનો ચેક નં. 052281 આપ્યો હતો. આ ચેક ‘અપૂરતાં ભંડોળ’ના શેરા સાથે પરત ફર્યો હતો.
આ ઉપરાંત, ફરિયાદી જસ્મીનાબેન સંદીપભાઈ શાહે પણ ફોજદારી કેસ નં. 1329/2018 થી રાજેશભાઈ મહેન્દ્રભાઈ જોષી અને દિવ્યેશભાઈ મહેન્દ્રભાઈ જોષી સામે 25 લાખના ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો.કેસની સુનાવણી દરમિયાન, આરોપી મહેન્દ્ર પ્રભાશંકર જોષીનું અવસાન થયું હતું.
આરોપી પક્ષે વિદ્વાન એડવોકેટ પ્રણવભાઈ પી. ભટ્ટે ધારદાર ઉલટતપાસ અને કાયદાકીય દલીલો રજૂ કરી હતી.કોર્ટે પુરાવાનું મૂલ્યાંકન કરતાં નોંધ્યું કે ફરિયાદી ધિમંતભાઈએ ઉલટતપાસમાં કબૂલ્યું હતું કે તેમણે 2015માં આરોપી ભઠ્ઠાબેનને બેંક મારફત રૂ. 6,50,000/- આર.ટી.જી.એસ.થી આપ્યા હતા.બચાવપક્ષે રજૂ કરેલા બેંક સ્ટેટમેન્ટ મુજબ, 2018માં 25 લાખનો કોઈ વ્યવહાર થયો ન હતો.

