Gujarat

ખીરસરા પ્રાથમિક શાળામાં વાર્ષિક મહોત્સવ અને વિદાય સમારોહ

લાલપુરના ખીરસરા સ્થિત પ્રાથમિક શાળામાં શનિવારે, ૨ મેના રોજ વાર્ષિક મહોત્સવ અને વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બાળકોએ દેશભક્તિના ગીતો, વિવિધ કૃતિઓ અને વિષયને અનુરૂપ વક્તવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં શૈક્ષણિક નાટ્યકૃતિઓ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ સમારોહમાં ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને વિદાય આપવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન કરેલી શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા બાળકોને સન્માનિત પણ કરાયા હતા.

કાર્યક્રમના સફળ આયોજન માટે આચાર્ય અને તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.