ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વૃદ્ધ દંપતીની હત્યા કેસમાં પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. આ કેસમાં પુત્ર, પુત્રવધૂ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગત 19 એપ્રિલની રાત્રે તળાજામાં એક વૃદ્ધ દંપતીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે, પુત્ર અને પુત્રવધૂએ અન્ય બે સાગરીતોની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ તળાજા પોલીસે પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગણતરીના દિવસોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં તળાજા પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.

