Gujarat

જામનગર ધોરણ 12 પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહ 92.99%, વિજ્ઞાન 89.90%

જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 92.99 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 89.90 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

સામાન્ય પ્રવાહમાં કુલ 8200 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 7415 વિદ્યાર્થીઓ સફળ રહ્યા, જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા.

ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો, A-1 ગ્રેડમાં 241 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 118, B-1 ગ્રેડમાં 886, B-2 ગ્રેડમાં 216, C-1 ગ્રેડમાં 164, C-2 ગ્રેડમાં 1009, D ગ્રેડમાં 105 અને E ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1837 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પ્રવાહમાં 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા, જ્યારે 1629 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા.

વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ મુજબ, A-1 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓ, A-2 ગ્રેડમાં 599, B-1 ગ્રેડમાં 436, B-2 ગ્રેડમાં 382, C-1 ગ્રેડમાં 189 અને C-2 ગ્રેડમાં 25 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જિલ્લામાં નોંધાયેલા કુલ 29 A-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓમાંથી, જામનગરની મોદી સ્કૂલના 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગુજરાત બોર્ડના ટોપ 10 માં મોદી સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ગુજકેટની પરીક્ષામાં 120 માંથી 120 ગુણ મેળવનાર બે વિદ્યાર્થીઓ પણ મોદી સ્કૂલના છે, જેમણે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.