રાજકોટ માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ.
રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે સબંધે SOG P.I એસ.એમ.જાડેજા તથા એસ.ડી.ગિલવા સાયબર ક્રાઇમ પો.સ્ટે રાજકોટ શહેર ના માર્ગદર્શન તેમજ વી.કે.ઝાલા ની રાહબરી હેઠળ SOG શાખાના ફિરોજભાઈ રાઠોડ તથા હાર્દિકસિંહ પરમાર નાઓની સંયુકત બાતમી આધારે કુવાડવા વાંકાનેર રોડ ઉપર સણોસરા ગામ જવાના રસ્તા પાસે સુર્યરામપરા ગામના બસ સ્ટેન્ડની બાજુમાં કેબીન પાસે જાહેરમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઇસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી રાજકોટ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. (1) શરદ ઉર્ફે શિવો દિલીપભાઇ ભરખડા ઉ.30 રહે.૮૦ જુની ખડપીઠ બાપુનગરનો કાંટો કોઠારીયા રોડ રાજકોટ (2) સોયબ ઇમ્તીયાઝભાઇ ચૌહાણ ઉ.29 (મુસ્લીમ) રહે.રઘુનંદન નો ઢાળીયો ઉતરતા શેરીમાં માંડાડુંગર આજીડેમ રાજકોટ. માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧૯૩.ગ્રામ કિ.૧,૦૯,૬૫૦ CNG ઓટો રીક્ષા નં.GJ-03-TC-6247 કિ.2,00,000 કુલ કિં.3,20,030 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.


