Gujarat

સ્ટર્લિંગ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ સુવિધાની શરૂઆત

શહેરમાં પેશન્ટ-સેન્ટ્રિક હેલ્થકેર ક્ષેત્રે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે તેના ગુરુકુલ યુનિટ ખાતે નવી અપગ્રેડેડ ડાયાલિસિસ સુવિધા શરૂ કરી છે. હોસ્પિટલના પાંચમા માળે આવેલું આ યુનિટ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જે સુરક્ષિત અને આરામદાયક સારવાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.

આ સુવિધામાં ઊંચી ગુણવત્તાની સારવાર કરવા માટે હાઈ-એન્ડ ડાયાલિસિસ મશીનો અને સ્ટેટ ઓફ ધ આર્ટ સાધનો કાર્યરત છે. દર્દીઓની સાથે તેમના પરિવારજનોની સુવિધા અને ગોપનીયતા માટે બે સ્પેશિયલ ડિલક્સ ફેમિલી સ્યૂટ રૂમ્સ બનાવવામાં આવ્યા છે.

સંક્રમિત દર્દીઓ માટે અલગથી નિર્ધારિત ડાયાલિસિસ મશીનો રાખવામાં આવ્યા છે, જેથી ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ જળવાઈ રહે અને દર્દીની સુરક્ષા વધે. આ યુનિટમાં રાત્રિ ડાયાલિસિસ સહિતની સેવાઓ ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. અનુભવી નેફ્રોલોજિસ્ટ્સની ટીમ માર્ગદર્શન માટે 24 કલાક હાજર રહેશે.

આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલ્સના MD અને CEO સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, આ અપગ્રેડેડ સુવિધા વધુ સુરક્ષિત અને દર્દી-મૈત્રીપૂર્ણ કિડની સારવાર તરફનું એક મોટું પગલું છે, જે ગુરુકુલ ખાતેના કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને પણ મજબૂત બનાવશે. ડિરેક્ટર નેફ્રોલોજી, ડૉ. સોનલ દલાલએ ઉમેર્યું કે, ડેડિકેટેડ ઇન્ફેક્શન કંટ્રોલ અને 24 કલાક ઉપલબ્ધ સેવાઓ દ્વારા અમે દર્દીઓને માત્ર ચોકસાઈભરી સારવાર જ નહીં, પણ વિશ્વાસપૂર્ણ વાતાવરણ પ્રદાન કરીશું.