Gujarat

જેસરના ઈટીયા ગામે સિંહણ કુવામાં ખાબકી: વન વિભાગે સિંહણનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું

જેસર તાલુકાના ઈટીયા ગામે આજે એક સિંહણ કુવામાં પડી જવાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગના વન પાલ આર. ડી. બ્લોચને જાણ કરી હતી. માહિતી મળતા જ તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, સિંહણ પાણીની શોધમાં અથવા શિકારનો પીછો કરતી વખતે અજાણતા કુવામાં પડી ગઈ હોવાની શક્યતા છે. ઘટના બાદ મોટી સંખ્યામાં ગ્રામજનો કુવા પાસે એકઠા થયા હતા. વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી છે.