Gujarat

અમદાવાદથી આવી ચિત્રા યાર્ડમાં સાફ-સફાઈનું કામ કરતી, આ કેસમાં IBને પણ જોડાશે

ભાવનગરમાં SOG દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી. શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતી બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ છે. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ પણ મળી આવ્યા હતા.

હાલમાં ઝડપાયેલી તમામ મહિલાઓને SP કચેરી ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. જો કે કેટલા સમયથી આ મહિલાઓ ભાવનગરમાં રહેતી હતી, ક્યારે આવી અને અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે મુદ્દે તપાસ તેજ કરી દેવામાં આવી. તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

બાંગ્લાદેશી મહિલાઓ પાસે પાસપોર્ટ નહીં મળતી માહિતી પ્રમાણે પોલીસે બોરતળાવ વિસ્તારમાં શંકાસ્પદ પાંચ મહિલાઓ ઝડપી પાડી હતી. જેની પાસેથી વિવિધ બાંગ્લાદેશી દસ્તાવેજો, બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા હતા. એટલું જ નહીં વિઝા પાસપોર્ટ સંબંધિત પુછપરછ કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે, પોતાની પાસે કોઈ પાસપોર્ટ કે વિઝા નથી અને પોતે બાંગ્લાદેશી નાગરિક છે. ગેરકાયદે રીતે ભારતમાં આવ્યા હોવાનું જણાવતા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાઓના નામ

પાખી ખાનમ (ઉ.વ.22) રીમા અખ્તર ઉર્ફે લીલી (ઉ.વ.35) લાખી બેગમ (ઉ.વ.35) સુબરના બેગમ (ઉ.વ.39) લેબીના ખાનમ (ઉ.વ.33)