ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વેળાવદર-ભાલના ભડભીડ ટોલનાકા પાસે પૂર્વ બાતમી આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરી આવી રહેલી હેરીયર ગાડી સાથે રહેલા દંપતીને દબોચી લઈ મહિલાને સાઈડમાં ઉભુ રહેવાનું કહેતા પોલીસની નજર ચુકવી પત્ની નાસી છૂટી હતી.
જ્યારે પતિની ધરપકડ કરી કારની તલાશી લેતા તેમાં છુપાવી રખાયેલી દારૂની 561 બોટલ, 48 બિયર ટીન કિ.રૂ 2.16 લાખ તેમજ કાર મળી કુલ 12,17,024 નો મુદામાલ કબ્જે કરી દંપતી સામે વેળાવદર ભાલ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસની નજર ચૂકવી પત્ની ફરાર, પતિની ધરપકડ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફે બાતમીના આધારે વેળાવદર ભાલ પંથકના ભડભીડ ટોલનાકા પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતી મુજબ, ટાટા હેરિયર કારમાં ગોપાલ ભરતભાઇ મકવાણા નામનો શખ્સ દારૂ ભરીને અધેળાઇ તરફથી ભાવનગર આવી રહ્યો હતો. પોલીસે શંકાસ્પદ કારને અટકાવતા તેમાંથી ગોપાલ મકવાણા અને તેની પત્ની મીતલબેન મળી આવ્યા હતા, જોકે કાર સાઇડમાં લેવા દરમિયાન મીતલબેન પોલીસની નજર ચૂકવી નાસી છૂટ્યા હતા.

