માધાપર ચોકડી પાસેથી ફાયરીંગ કરનાર આરોપીઓને ઝડપી પાડતી ગાંધીગ્રામ સર્વેલન્સ સ્કોર્ડ ટીમ.
રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જામનગર રોડ ઉપર નાગેશ્વર મંદીર જવાના રસ્તે જેમકો સેલ્સ એન્ડ સર્વીસ સ્ટેશન ખાતે ફાયરીંગનો બનાવ બનેલ હોય જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ હોય, બનાવમા આરોપીઓ એ પૈસાની લેતી દેતીના મનદુખને કારણે ફાયરીંગ કરેલ હોય જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના P.I એચ.પી.ગઢવી તથા SOG શાખાના એન.બી.ચૌધરી માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડની તથા એસ.ઓ.જી. શાખાની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને ગણતરીની કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૧) દિવ્યરાજસિંહ મજબુતસિંહ સરવૈયા ઉ.૪૦ રહે.વિનાયક વાટીકા શેરીનં-૪ જામનગર રોડ રાજકોટ (૨) રામદેવભાઇ લક્ષ્મણભાઇ ડાંગર ઉ.૪૪ રહે.વિનાયક વાટીકા શેરીનં-૪ જામનગર રોડ રાજકોટ કુલ કિ.રૂ.૩૭,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

