રાજકોટ ભગીરથ પેટ્રોલપંપ સામે ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડતી PCB શાખા.
રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પી.સી.બી. ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન દિલીપભાઇ બોરીચા ઉમેશભાઇ ચાવડા, વિશાલભાઇ દવે ને મળેલ સયુંકત હકીકત આધારે અમદાવાદ થી રાજકોટ તરફ જતા હાઇ-વે ઉપર ભગીરથ પેટ્રોલ પંપ સામે હાઇ-વે રોડ ઉપર થી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) થાનસિંહ તોતારામ કુશવાહ ઉ.૩૪ રહે.ચૌકી (દયેરી) તા.મનીયા જી.ઘોલપુર રાજસ્થાન (૨) ચંદ્રભાણ મેઘસિંહ કુશવાહ ઉ.૨૯ રહે.ચૌકી (દયેરી-હનોતા) તા.મનીયા જી.ધોલપુર રાજસ્થાન. ઈંગ્લીશ દારૂની બોટલો તથા ટ્રક ટાટા કંપનીનો LTP 1615 મોડલનો રજી.નં.HR-38-V-4961 કિ.રૂા.૧૦,૦૦,૦૦૦ કુલ મુદામાલ કિ.રૂા.૪૪,૭૯,૯૧૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


