રાજકોટમાં ૧૯ વર્ષ જુના મર્ડર કેસના નાસતા-ફરતા આરોપીને મુંબઇ ખાતેથી પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં ખુન, ખુનની કોશીષ, લુંટ જેમાં ગંભીર પ્રકાશના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટેનું આયોજન કરેલ હોય, રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓ રાજકોટ શહેરના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સતત પ્રયત્નશીલ હોય. આરોપીઓની માહિતી મેળવી તેનું એનાલીસીસ કરી કાર્યવાહી કરવા માટે આર.કે.ગોહિલ ની ટીમને સોંપેલ હોય વિજયરાજસિંહ જાડેજા તથા સુભાષભાઇ ધોધારી, તુલશીભાઇ ચુડાસમા, તથા સંજયભાઇ ખાખરીયા રાજકોટ શહેર ભકતીનગર પોલીસ સ્ટેશન ના સને-૨૦૦૭ ની સાલના આરોપી કિશન ઉર્ફે કિશના ઉર્ફે બહાદુર ખોજીરાજ ચોધરી રહે.મુળ બનગાવ તા.સની જિલ્લો કેલાલી નેપાળ વાળો હોય જેનું ટેકનિકલ રાહે એનાલીસીસ કરતા ઇસમ નવી મુંબઇ પનવેલ (મહારાષ્ટ્ર) ખાતે હોવાનું જણાઇ આવેલ. નવી મુંબઇ પનવેલ (મહારાષ્ટ્ર) ખાતે ઇસમ ઉપર ખાનગીરાહે તેમજ વેશપલટો કરી તપાસ કરી, રાજકોટ ભકતીનગર પો.સટે.ના સને-૨૦૦૭ ની સાલનો નાસતો ફરતો આરોપી હોવાની ખાત્રી કરી બાદ લોકલ પોલીસની મદદથી ઇસમને નવી મુંબઇ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


