રાજકોટ ચોરીઓના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા ઈશયુ કરતા પોલીસ કમિશનર.
રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન તરફથી વાહન ચોરી, ઘરફોડ ચોરી, મંદિર ચોરી સહીતની અનેક ચોરીઓના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા, ચોરી કરતા ઇસમો ચોરી કરવાના ગુન્હાઓ કરતા અચકાય અને ચોરી કરતા ઇસમો ઉપર અંકુશ રહે અને લોકોના જાન માલ મિલ્કતનુ રક્ષણ રહે તે સારુ અસરકારક કામગીરી કરવા અટકાયતી પગલા લેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા ગ્રાહ્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરતા, મેહુલ ઉર્ફે ભુરી ઉર્ફે મામો ધનજીભાઇ જેઠવા ઉ.૨૮ રહે.નવલનગર શેરીનં.૨ મવડી પ્લોટ રાજકોટ વાળાને વોરંટની બજવણી કરી પાલનપુર જેલ સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


