Gujarat

રાજકોટમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટમાં વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ 2 ઇસમોની પાસા દરખાસ્ત હુકમ કરતા પોલીસ કમિશનર.

રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા પાસા/હદપારી કરવા સુચના કરેલ હોય જે અન્વયે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પ્રોહીબીશનના અનેક કેસમાં પકડાયેલા બે ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ હતી. પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા બંને ઇસમોને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ તથા વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. (૧) જીગરભાઇ ઉર્ફે રવિભાઇ મનસુખભાઇ નાખવા જાતે-કચ્છી ભાનુશાળી ઉ.૨૮ રહે.રેલનગર ફાયરબ્રિગેડથી આગળ અમૃતધાર ફ્લેટ નં.એ/૨૦૩ રાજકોટ મુળ રહે.શંકર ટેકરી દિગ્વિજય પ્લોટ શેરીનં.૫૯ જામનગર. (૨) અંકીત ઉર્ફે બાબો રાજુભાઇ અજલાણી જાતે-બ્લોચ ઉ.૨૮ રહે. રૈયા ગામ સ્મશાનની સામે ખોડીયારપરા રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260517-WA0042.jpg