ક્રેમલિનના સહાયક યુરી ઉષાકોવે જણાવ્યું હતું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ સમિટમાં ભાગ લેશે.
આ મુલાકાત પુતિનની એક વર્ષમાં બીજી ભારત યાત્રા હશે. રશિયન રાષ્ટ્રપતિ ડિસેમ્બર, ૨૦૨૫ માં ૨૩મા ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી ગયા હતા.
બ્રિક્સ નેતાઓ છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ૧૭મા બ્રિક્સ સમિટ માટે મળ્યા હતા, જે “વધુ સમાવેશી અને ટકાઉ શાસન માટે વૈશ્વિક દક્ષિણ સહયોગને મજબૂત બનાવવો” થીમ હેઠળ યોજાયો હતો.
આ મહિનાની શરૂઆતમાં, રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠકમાં હાજરી આપવા માટે ભારતની મુલાકાતે આવ્યા હતા, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહત્વપૂર્ણ વાટાઘાટો કરી હતી.
બ્રિક્સ સમિટ ૨૦૨૬
બ્રિક્સ એક પ્રભાવશાળી આંતર-સરકારી સંગઠન છે જેની સ્થાપના બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દ્વારા પશ્ચિમી શક્તિઓના પરંપરાગત ભૂ-રાજકીય અને આર્થિક વર્ચસ્વને પડકારવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. વિશ્વની વસ્તી અને વૈશ્વિક ય્ડ્ઢઁ ના નોંધપાત્ર હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતી આ બ્લોક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં સુધારા અને ઉભરતી અર્થવ્યવસ્થાઓ વચ્ચે આર્થિક સહયોગને મજબૂત બનાવવા માંગે છે.
ત્યારથી આ જૂથમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા નવા સભ્યોનો સમાવેશ થયો છે, જેનાથી પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં તેનો પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે.
ભારત વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે મ્ઇૈંઝ્રજી સિનર્જીનું આહ્વાન કરે છે
વિદેશ મંત્રી એસ જયશંકરે મ્ઇૈંઝ્રજી રાષ્ટ્રોને ભૂ-રાજકીય તણાવ અને વેપાર વિક્ષેપોની અસરનો વધુ સારી રીતે સામનો કરવા માટે “વ્યવહારુ માર્ગો” શોધવાનું આહ્વાન કર્યું છે, જ્યારે વૈશ્વિક સંઘર્ષોના ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારીના મહત્વ પર ભાર મૂક્યો છે.
તેમણે નવી દિલ્હીમાં રશિયા, ઈરાન, બ્રાઝિલ અને અન્ય સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની હાજરીમાં યોજાયેલા મ્ઇૈંઝ્રજી કોન્ક્લેવમાં આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ એશિયા કટોકટીની આર્થિક અસર, ખાસ કરીને યુએસ, ઇઝરાયલ અને ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને કારણે ઉર્જા પુરવઠામાં વિક્ષેપો અંગે બ્લોકની અંદર વધતી ચિંતાઓ વચ્ચે ભારત દ્વારા આયોજિત બેઠકનું મહત્વ વધ્યું છે.
“આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તનના સમયે મળીએ છીએ,” જયશંકરે બે દિવસીય કોન્ક્લેવમાં તેમના ટેલિવિઝન ઉદ્ઘાટન ભાષણમાં કહ્યું.
“ચાલુ સંઘર્ષો, આર્થિક અનિશ્ચિતતાઓ અને વેપાર, ટેકનોલોજી અને આબોહવામાં પડકારો વૈશ્વિક પરિદૃશ્યને આકાર આપી રહ્યા છે,” તેમણે ઉમેર્યું.
બ્રિક્સમાં ૧૧ મુખ્ય ઉભરતા અર્થતંત્રોનો સમાવેશ થાય છે અને તે વિશ્વની લગભગ ૪૯.૫ ટકા વસ્તી, વૈશ્વિક જીડીપીના લગભગ ૪૦ ટકા અને વૈશ્વિક વેપારના લગભગ ૨૬ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે.
બ્લોકના વર્તમાન અધ્યક્ષ તરીકે, ભારતે સપ્ટેમ્બરમાં યોજાનારી વાર્ષિક બ્રિક્સ સમિટ પહેલા વિદેશ પ્રધાનોના કોન્ક્લેવનું આયોજન કર્યું હતું.

