Gujarat

રાજકોટ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પ્રશંશનીય કામગીરી કરતી SOG શાખા.

રાજકોટ અફીણના જથ્થા સાથે એક ઇસમને પકડી પ્રશંશનીય કામગીરી કરતી SOG શાખા.

રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના આપેલ હોય, જે અન્વયે SOG P.I એન.બી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ વી.વી.ધ્રાંગુ ની રાહબરી હેઠળ SOG શાખાના હરદેવસિંહ દીલુભા તથા યોગરાજસિંહ છનુભા તથા અનોપસિંહ પ્રવીણસિંહ નાઓની સંયુકત બાતમી આધારે રાજકોટ શહેર હુડકો ચોકડી થી ખોખડદડ નદીના પુલ તરફ જતા સર્વીસ રોડ ઉપર આપા.ટી.સ્ટોલ સામે જાહેર રોડ ઉપરથી માદક પદાર્થ અફીણના જથ્થા સાથે ઇસમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી આજીડેમ પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. ઇંદુભાઇ જીવાભાઇ ભુંડીયા ઉ.૩૭ રહે.સણોસરા મેલડી માંના મંદિરની સામે તા.જી.રાજકોટ. માદક પદાર્થ અફીણ નો જથ્થો ૧.૫૬૫ કી.ગ્રા કિ.7,82,500 અલ્ટો કાર કિ.1,50,000 કુલ કિ.રૂ.9,42,500 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260520-WA0039.jpg