માણાવદર શહેરમાં સ્વચ્છતા જાગૃતિના બોર્ડ લગાવવામાં આવ્યા હોવા છતાં, વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ અને ‘માણાવદર લગાવશે સ્વચ્છતાના પંચ’ જેવા આકર્ષક સૂત્રોવાળા બોર્ડની બરાબર નીચે જ કચરાના ઢગલા અને ગંદકીના ગંજ ખડકાયેલા છે.
એક તરફ સરકાર સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે. લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા પણ સૂત્રો લખવા અને દીવાલો રંગવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, આટલો મોટો ખર્ચ કરવા છતાં માણાવદર શહેરમાં જમીની સ્તર પર સ્વચ્છતાની કામગીરીનો અભાવ જોવા મળે છે.