Gujarat

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે આયોજન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમર કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં સ્વસ્થ જીવનશૈલી અને યોગનો સંદેશ પહોંચાડવાના હેતુથી આ પ્રવૃત્તિઓનું આયોજન થઈ રહ્યું છે. બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય તે હેતુથી વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને મનોરંજક તેમજ જ્ઞાનવર્ધક રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

બાળકોમાં યોગ પ્રત્યે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકોને દરરોજ એનર્જી ડ્રિંક, યોગાસન માટેની પુસ્તિકા, ચિત્રપોથી અને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ યોગ કેમ્પના પ્રારંભ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ નરેશ ગોહેલ, નગરપાલિકાના સભ્યો, ગુજરાત યોગ બોર્ડના ઝોન કોઓર્ડીનેટર ચેતનાબહેન ગજેરા અને જિલ્લા કોઓર્ડિનેટર શારદાબેન બામણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા