ગાંધીનગર ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે અપહરણ અને પોક્સોના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી તેને ભગાડી જનાર આરોપીને પણ ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાની ભાળ મેળવવા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લીધી ગાંધીનગર જિલ્લામાં નોંધાયેલા ગંભીર પ્રકારના ગુનાઓમાં ભોગ બનનાર અને આરોપીઓને શોધી કાઢવા માટે ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવેલી સૂચનાઓના પગલે પોલીસે ખાસ અભિયાન હાથ ધર્યું છે. જેના ભાગરૂપે ચિલોડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.જે. ચૌહાણે અપહરણ-પોક્સોના કેસમાં આરોપી તેમજ સગીરાની ભાળ મેળવવા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા એપ્લિકેશન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.
ટીમ માટે આરોપીને શોધવાનું કાર્ય પડકારજનક હતું આ તપાસ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપી કામીલ કમીલભાઈ તડવી (ઉ.વ. 21, રહે. જીન્સી, તા. રાવેર, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર) ભોગ બનનાર સગીરા સાથે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના જીન્સી ગામ ખાતે છુપાયો છે. આ માહિતી મળતા જ પીએસઆઈ એસ.વી. મુંધવા સહિતની એક ખાસ ટીમને મહારાષ્ટ્ર રવાના કરી હતી.
જોકે, જલગાંવના જીન્સી ગામમાં પહોંચેલી પોલીસ ટીમ માટે આરોપીને શોધવાનું કાર્ય પડકારજનક હતું કારણ કે, તે વિસ્તાર જંગલ વિસ્તાર હોવાથી આરોપીનું ચોક્કસ લોકેશન મેળવવું મુશ્કેલ હતું. જોકે પોલીસ ટીમે જંગલ વિસ્તારમાં કેમ્પ નાખી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જંગલમાં સઘન તપાસ કરી હતી.

