રાજકોટ મહીકા ગામમાંથી વિદેશીદારૂની બોટલો સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારના વધુને વધુ કેસો શોધી કાઢી પ્રોહીબીશન/જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના વી.ડી.ડોડીયા ની ટીમના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જયરાજભાઈ કોટીલા તથા ધારાભાઈ વાનરીયા તથા પ્રદીપસિંહ જાડેજા નાઓને મળેલ સંયુક્ત હક્કિત આધારે રાજકોટ તાલુકાના મહીકા ગામ, રાજખોડલ સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યામાંથી આરોપીને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સંજય સુરેશભાઈ જીંજરીયા ઉ.૩૩ રહે.મહીકા ગામ, રાજખોડલ સોસાયટી ગેઈટ નં.૧ રાજકોટ. વિદેશી દારૂની બોટલોનો કુલ મુદ્દામાલ કિ.2,63,440 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

