છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર પોતાના ફોલોર્સ અને કટાક્ષ માટે જાણીતી થયેલ કોકરોચ જનતા પાર્ટીના X (ટ્વિટર) એકાઉન્ટને કેન્દ્ર સરકાર દ્વારા બ્લોક કરવાના ર્નિણયને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે આ મામલે શુક્રવારે સુનાવણી હાથ ધરીને કેન્દ્ર સરકાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠને સત્તાવાર નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જાેકે, હાઇકોર્ટે હાલ તુરંત આ એકાઉન્ટ ચાલુ કરવાનો વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો છે.
ઝ્રત્નઁના સ્થાપક અભિજીત દીપકે કોર્ટને વિનંતી કરી હતી કે કેસની સુનાવણી ચાલે ત્યાં સુધી વચગાળાની રાહત તરીકે તેમનું ઠ એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે. પરંતુ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વગર આવો આદેશ ન આપી શકાય, કારણ કે આ વિષયની અસરો ખૂબ દૂરગામી હોઈ શકે છે. અરજદારની દલીલોમાં તથ્ય હોઈ શકે છે, પરંતુ આ બાબતના પરિણામો અને આયામો ઘણા મોટા છે. સામો પક્ષ (કેન્દ્ર સરકાર) પોતાનો પક્ષ રજૂ કરે તે પછી જ સમગ્ર બાબતને હોલિસ્ટિકલી ધ્યાને લેવામાં આવશે.” કોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર જવાબ દાખલ કરવા માટે ૪ અઠવાડિયાનો સમય આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી ૬ જુલાઈએ નિયત કરી છે.
આ મામલે મીડિયા સુત્રો થકી મળતા અહેવાલો અનુસાર, ઇન્ટેલિજન્સ બ્યુરો(ૈંમ્) તરફથી મળેલા ઇનપુટ્સના આધારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી મંત્રાલય (સ્ીૈંરૂ) દ્વારા ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી ઍક્ટ, ૨૦૦૦ની કલમ ૬૯ (છ) હેઠળ ઠને આ એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશ અપાયો હતો. સુનાવણી દરમિયાન એ પણ સામે આવ્યું કે હજુ સુધી સત્તાવાર બ્લોકિંગ ઑર્ડરની નકલ અરજદાર કે કોર્ટ સમક્ષ રજૂ કરાઈ નથી. સરકારનો જવાબ આવ્યા બાદ કોર્ટ નક્કી કરશે કે આ ઑર્ડર સાર્વજનિક કરવો કે નહીં.
પરંતુ તે વાત મહત્વની છે કે, આ કોઈ વાસ્તવિક રાજકીય પક્ષ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે લોકપ્રિય બનેલું એક ડિજિટલ વ્યંગાત્મક આંદોલન છે. ગત ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ(ઝ્રત્નૈં) ની આગેવાની હેઠળની બેન્ચે ચિંતા વ્યક્ત કરી હતી કે, કેટલાક બેરોજગાર યુવા વકીલો પ્રેક્ટિસ છોડીને સોશિયલ મીડિયા અને ઇ્ૈં એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. આ દરમિયાન તેમણે ટિપ્પણી કરી હતી કે, કેટલાક યુવાનો સમાજમાં કોકરોચની જેમ પરોપજીવી બની રહ્યા છે. (જાેકે બાદમાં ઝ્રત્નૈંએ સ્પષ્ટતા કરી હતી કે આ ટિપ્પણી માત્ર નકલી ડિગ્રી ધારકો માટે હતી).
ઝ્રત્નઁ ના મુખ્ય વ્યક્તિ, અરજદાર દીપકે હાલ ભારતમાં હાજર ન હોવાથી, હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે સરકારની રિવ્યૂ કમિટી આ બ્લોકિંગ ઑર્ડરની સમીક્ષા કરે. આ દરમિયાન દીપકે વિડીયો કોન્ફરન્સિંગ (ફઝ્ર) દ્વારા રિવ્યૂ કમિટી સમક્ષ અમેરિકાથી જ પોતાનો પક્ષ રજૂ કરવા માટે વિનંતી કરી શકશે. બીજી તરફ સરકારી વકીલે કોર્ટમાં દાવો કર્યો હતો કે ટ્વિટર (ઠ) આ મામલે અરજદારને આડકતરી મદદ કરી રહ્યું હોય તેવું જણાય છે.

