Gujarat

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર વ્હીલ નીકળી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો

અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ વે પર આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કેરી ભરેલું એક પીકઅપ વાન પલટી ગયું હતું. સદનસીબે, ચાલકનો આબાદ બચાવ થયો હતો. ભાવનગરથી સુરત તરફ જઈ રહેલા આ પીકઅપ વાનનું વ્હીલ અચાનક નીકળી જતાં ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.

કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ગયું હતું. અકસ્માતને કારણે વાહનમાં ભરેલા કેરીના બોક્સ રોડ પર વિખેરાઈ ગયા હતા, જેના લીધે થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ રોડ ઓથોરિટીની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે રોડ સેફ્ટી બેરિકેટ લગાવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી અને પલટી ગયેલા વાહનને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.