Gujarat

જામનગર ભાજપના નવા પદાધિકારીઓએ ધર્મગુરુઓના આશીર્વાદ લીધા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી અઢી વર્ષ માટે નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ પદાધિકારીઓએ પદભાર સંભાળ્યા બાદ શહેરના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

આ શુભેચ્છા મુલાકાતમાં જામનગરના મેયર મોનીકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, દંડક પ્રવિણાબેન રૂપડીયા, શાસકપક્ષના નેતા અમર મોદી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી અને શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કુંભાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પદાધિકારીઓએ આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણી મહારાજ, જામનગર મોટી હવેલીના વલ્લભરાય મહોદય અને બેડી ગેટ સ્વામીનારાયણ સંપ્રદાયના ચત્રભુજજી મહારાજ સહિતના ધર્મગુરુઓના આશીર્વાદ લીધા હતા. તેમણે કબીર આશ્રમ સહિતના અન્ય ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.