ઊના ગીરગઢડાના દ્રોણશ્વર ગામે આવેલ મછુન્દ્રીના પીકપ વિયર દ્રોણેશ્વર ડેમમાંથી માટીનો કાપ કાઢવાની લોકોની વર્ષો જૂની માંગ છે. જો ડેમમાંથી માટીનો કાપ કાઢવા આવે તો ઉના – ગીર ગઢડાના 10 ગામોની પીયત પાણી સમસ્યાનો હલ થઇ શકે તેમજ ડેમમા પાણીનો પુરતો જથ્થો સંગ્રહ થાય છે.
ખેડૂતો તથા માલ ઢોરને પાણી મળી રહે પરંતુ દુઃખની વાત એ છે કે આ ડેમનું નિર્માણ થયું. ત્યારથી ડેમમાંથી કાપ કઢાયો નથી. જો આ કાપ કાઢવામાં આવે તો પણ એ એક વિકાસનું કાર્ય કહેવાશે. ડેમમાંથી માટીનો કાપ નિકળે તો ડેમની માટી ખેડુતોને ખેતીમાં ઉપીયોગી થઈ શકે છે.
ખેડુતો તથા લોકો ડેમમાંથી કાપ કાઢવા માટે અનેકવાર રજુઆતો કરી હોવા છતાં કાપ કાઢવામાં આવ્યો નથી. વહિવટી તંત્ર ખેડુતોને ડેમમાંથી જાતે માટીનો કાપ કાઢવાની મંજૂરી આપે તો વહિવટી તંત્રના પૈસાનો બચાવ થશે અને ખેડુતો અને લોકોની પાણીની સમસ્યા હલ થઈ શકે એમ છે.
ગીરગઢડામાં જીવાદોરી સમાન મછુન્દ્રી નદી છે અને તેના પર મુખ્ય બે ડેમો આવેલા છે જે એક ગીર જંગલમાં આવેલ મછુન્દ્રી ડેમ અને બીજો દ્રોણેશ્વર ડેમ હાલની તકે દ્રોણેશ્વર ડેમમાથી 10 જેટલા ગામોને પાણી, કેનાલ મારફતે ખેડુતોને પાણી અપાઈ છે. ડેમની અંદાજીત ઊંડાઈ 30 ફુટથી વધુ છે.
હાલની પરિસ્થિતિ માટી કાપના કારણે ડેમમાં પાણીનો સંગ્રહ માત્ર 7 થી 8 ફુટ જેટલો થઈ શકે છે. જો આ કાપ ડેમમાથી કઢવામાં આવે તો ખેડુતોને ખેતી ફળદ્રુપ કરવામા ફાયદો થશે અને આખું વર્ષે પાણી ના ખુટે અને ઉનાળામાં ડેમ સુકો ભઠ પણ ના થાય અને લોકો અને ખેડુતો ને પાણી મળી રહે તેમ છે.
કાપ કઢાય તો સમસ્યા ઉકેલાય : ખેડૂત છેલ્લા 20 વર્ષેથી ખેતી કરી માલઢોર ચરાવી જીવન વ્યતિત કરતા ગોપાલભાઈ ડાભીએ જણાવેલ કે જો ડેમમાથી માટી કાપ કાઢવામાં આવે તો ખેડુતો અને લોકો તથા પશુ પાલકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવે એમ છે.

