Gujarat

ચિલોડામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ

ગાંધીનગર જિલ્લા આયુર્વેદ શાખા અને સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા દ્વારા એક વૃક્ષારોપણ અને રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સરકારી હોમિયોપેથીક દવાખાનું, ચિલોડા ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ ઠાકોર, ચિલોડાના સરપંચ અસ્મિતાબેન કલ્પેશભાઈ પટેલ, ચિલોડા તાલુકા સદસ્ય વર્ષાબેન સુનિલભાઈ પટેલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. મમતાબેન દેસાઇ, તલાટી મંત્રી કોમલબેન, જાણીતા શિક્ષણવિદ અને પીએલવી નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચિલોડા આરોગ્ય કેન્દ્રના ડૉ. કૌશલ નાયક અને હાર્દિક પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા.

સરકારી હોમિયોપેથીક દવાખાનાના યોગ ક્લાસના સાધકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમણે દવાખાનાના ઔષધ વન ખાતે ઔષધીય રોપાનું વાવેતર કર્યું હતું. આ ઉપરાંત, ગ્રામજનોને ઔષધીય રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ પર્યાવરણનું રક્ષણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. “એક વ્યક્તિ એક વૃક્ષ” અને “એક પેડ મા કે નામ” જેવા સૂત્રો સાથે વૃક્ષો વાવવાની જરૂરિયાતનો સંકલ્પ પણ કરવામાં આવ્યો હતો.