જામનગર શહેરમાં મહાપાલિકા દ્વારા કુષ્ઠરોગના શંકાસ્પદ દર્દીઓની વહેલી તકે ઓળખ અને સારવાર સુનિશ્ચિત કરવા માટે દશ દિવસિય વિશેષ અભિયાન શરૂ કરાયુ છે. જે આગામી 18મી જુન સુધી ચાલશે. જામનગર શહેરમાં હાલ કુષ્ઠરોગના ૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. અગાઉ નોંધાયેલા કેસોના આધારે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સર્વે હાથ ધરાઇ રહયો છે. શહેરના તમામ શહેરી આરોગ્ય કેન્દ્રોની દેખરેખ હેઠળ કુલ 60 ટીમો દ્વારા ઘરે-ઘરે જઈ શંકાસ્પદ દર્દીઓની શોધ કરાશે.
ખાસ ટીમમાં આશા કાર્યકર બહેનો, પુરુષ સ્વયંસેવકો, મહિલા અને પુરુષ આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તબીબી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરરોજ અંદાજે ૨૫થી 30 ઘરોની મુલાકાત લઈ સર્વે કરવામાં આવી રહયો છે.
ર્વે દરમિયાન મળી આવતા શંકાસ્પદ દર્દીઓની વિગતો નોંધવામાં આવશે અને વધુ તપાસ માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલાશે.જો જરૂર જણાય તો દર્દીને વધુ તપાસ માટે જી.જી. હોસ્પિટલના ચામડી વિભાગમાં મોકલવામાં આવશે. કુષ્ઠરોગના મુખ્ય લક્ષણોમાં ચામડી પર સંવેદનાશૂન્ય આછા કે સફેદ રંગના ડાઘ, નસોમાં સોજો, કાનના ભાગમાં જાડાપણું તથા અન્ય શારીરિક ફેરફારોનો સમાવેશ થાય છે.

