વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ધી એ.ડી.સી. બેંક દ્વારા વિવિધ સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ધોળકા APMC ખાતે આયોજિત રક્તદાન શિબિરની ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ મુલાકાત લીધી હતી. તેમણે રક્તદાતાઓના આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત, ADC બેંકની કોઠ, વટામણ અને બદરખા શાખાઓ દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિરોમાં કુલ 201 રક્ત બોટલ એકત્ર કરવામાં આવી હતી.

ADC બેંકના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ, બેંક સમાજસેવા અને જનકલ્યાણના કાર્યોમાં સક્રિય રહી છે.આ શિબિરમાં ભાજપ ધોળકા શહેર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ બેંકના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.

