Gujarat

લોનના બહાને કોરા ચેક લખાવી ચેક બાઉન્સના કેસો કરતી મંડળીથી 50થી વધુ લોકો પરેશાન

રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી શેર હોલ્ડરો માટે હેરાનગતિરૂપ બની છે. લોન આપવાના બહાને કોરા ચેક અને કોરા કાગળો પર સહીઓ કરાવી ગુજરાતની અલગ અલગ કોર્ટમાં ચેક બાઉન્સના કેસ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 50થી વધુ લોકો આ મંડળીની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. આ મંડળીના ડિરેક્ટર પરાગ સોલંકી સામે ત્યાં જ અગાઉ નોકરી કરતી એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવેલી છે આમ છતાં પણ આ ડિરેક્ટરને હાઇકોર્ટમાંથી જામીન મળી જતા આ મહિલા તેમજ મેસન ક્લબથી પરેશાન લોકો મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની આપવીતી કહી હતી.

મંડળીના ડિરેક્ટરના જામીન રદ કરવામાં આવે અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી તેમની ધરપકડ કરવામાં આવે અને શેર હોલ્ડરોને હેરાનગતિ માંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી કરી હતી.

લોન લીધી ન હોવા છતાં હેરાન પરેશાન કરે છે રાજકોટની મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટી લી.ના ડિરેક્ટર પરાગ સોલંકી સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને ત્યારબાદ તે જામીન પર છૂટી જતા આ મહિલા મીડિયા સમક્ષ આવી હતી અને જણાવ્યું હતું કે, વર્ષ 2020 માં મેસન ક્લબ કો-ઓપરેટીવ સોસાયટીમાં જોબ કરી હતી.

જ્યાં બે વર્ષ નોકરી કરી હતી. આ મંડળીનો ચેરમેન પરાગ સોલંકી છે તેને મંડળીની જેટલી પણ લેડીઝ એમ્પ્લોય છે તેને હેરસ્ટમેન્ટ કરે. જ્યારે પણ એમ્પ્લોય જોઈન કરે ત્યારે તેમની પાસેથી કોરા ચેક લઈ લે છે. અગાઉ મેં તેમની ઉપર 376 કરેલી છે. તેમને મને ફસાવી બ્લેકમેલ કરેલી છે. મને ખોટા વાયદા અને વચનો આપી મારી સાથે કાવતરું ઘડ્યું છે. અગાઉ તેને અનેક છોકરીઓ સાથે રિલેશન હતા. હાલ મને હેરાન કરવા માટે અલગ-અલગ જગ્યાએ ચેક નાખે છે.