મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી લગ્ન કરવા યુવકને બોલાવીને હની ટ્રેપમાં ફસાવી તેની કાર, ફોન, પર્સની લૂંટ ચલાવવાના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં લીવ-ઈનમાં રહેનાર યુવક-યુવતી અને યુવતીના પૂર્વ પતિએ આ કાવતરૂં રચ્યું હોવાનો ખુલાસો થયો છે.
ગોત્રી પોલીસે લીવ-ઈનમાં રહેનાર યુવક અને યુવતીની ધરપકડ કરી હતી, જ્યારે યુવતીનો પૂર્વ પતિ હજી ફરાર છે. પોલીસે તેની પણ શોધખોળ શરૂ કરી છે.
વડોદરા મળવા બોલાવી યુવતીએ યુવકને શિકાર બનાવ્યો મૂળ સુરતના અને હાલ થુવાવી રહેતા પ્રિતેશ ગજેરા બિલ્ડરની સાઇટ પર સુપરવાઇઝર છે. તેમના 7 વર્ષ પૂર્વે છુટાછેડા થયા હતા. તેમને બીજા લગ્ન માટે મેટ્રિમોનિયલ સાઇટ પર એકાઉન્ટ બનાવ્યું હતું. મેટ્રિમોનિયલ સાઇટ પર પ્રિતેશનો સોનિયા શર્મા નામની યુવતી સાથે સંપર્ક થયો હતો.
12 જુને સોનિયાએ પ્રિતેશને કોલ કરી વડોદરા મળવા માટે બોલાવ્યો હતો. પ્રિતેશ ભાયલીના વીએફએફ ફુડ કોર્ટ બહાર જતાં સોનિયા આવી હતી અને પ્રિતેશની કારમાં બેસી ગઈ હતી. આ વખતે સોનિયાએ પ્રિતેશને ‘ચલો હમ સિટી સાઇડ ઘુમ આતે હૈ’ તેમ કહ્યું હતું.

