Gujarat

રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક ઇસમને પકડી પાડતી માલવીયાનગર પોલીસ.

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના કે.ડી.મારૂ તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પ્રોહી/જુગાર શોધી કાઢવા સારૂ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના કૃણાલસિંહ ઝાલા અને અજયભાઇ વીકમા તથા મનિષભાઇ સોઢીયા નાઓને સંયુકત રીતે તેમના ખાનગી બાતમીદાર મારફતે મળેલ હકીકતના આધારે રાજકોટ શહેર નાનામવા મેઇન રોડ દેવનગર મેઇન રોડ શૌચાલયની પાસે જાહેર રોડ ખાતેથી ઈસમને ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 ફોર વ્હીલ કાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. હજરતઅલી ઉર્ફે લાલો ઇકબાલભાઇ શેખ (મુસ્લીમ) ઉ.૨૨ રહે.RMC ક્વાર્ટર બ્લોક નં.૧૫ સાગર ચોક પાસે ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર નં.GJ-11-BR-2579 કિ.5,00,000 કુલ કિ.6,16,496 નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20260618-WA0011.jpg