Gujarat

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, ૨૯મી જૂન સુધી OMR શીટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ ઉમેદવારો ક્યાં સુધી પોતાની ર્ંસ્ઇ સીટ ડાઉનલોડ કરી શકશે અને વાંધા સૂચનો કઈ તારીખ સુધી મોકલી શકશે તેની વિગતો પણ જાહેર કરી છે.

પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારોની ઓએમઆર શીટ સ્કેન કરીને ૧૫મી જૂનના રોજના રોજ જ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in પર અપલોડ કરી દેવામાં આવી છે. ઉમેદવારો આગામી ૨૯મી જૂન ૨૦૨૬ સુધીમાં ર્ંસ્ઇ શીટ ડાઉનલોડ કરી શકશે. તમામ ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ ‘માસ્ટર સેટ‘ પ્રશ્નપત્ર મુજબ પોતાના જવાબોની ચકાસણી કરવાની રહેશે.

આ સાથેજ કદાચ ઉમેદવારને પ્રોવિઝનલ આન્સર કીમાં દર્શાવેલા જવાબો સામે કોઈ વાંધો કે રજૂઆત હોય, તો તે ૨૪મી જૂનના રોજ સાંજે ૫ વાગ્યા સુધી જ ઓનલાઇન અરજી કરી શકે છે. વાંધા અરજી માત્રને માત્ર ભરતી બોર્ડની વેબસાઇટ પર આપેલી સૂચનાઓ મુજબ ઓનલાઇન જ સબમિટ કરવાની રહેશે. આ ઉપરાંત ઓનલાઇન રજૂઆત કરતી વખતે યોગ્ય આધાર અથવા પુરાવા સાથે જોડવાના રહેશે. ઈ-મેઇલ, પોસ્ટ, કુરિયર કે અન્ય કોઈ પણ ઓફલાઇન માધ્યમથી મોકલેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

૮૭૯ કેન્દ્રો પર યોજાઈ હતી પરીક્ષા

લોકરક્ષક કેડરની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયાના બીજા તબક્કામાં ૧૪મી જૂન ૨૦૨૬ના રોજ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગર ખાતેની કુલ ૮૭૯ શાળાઓ તેમજ કૉલેજોમાં લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી.