ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે ધોળાગામ માં આવેલ ધોળનાથ મહાદેવ મંદિર પાસે જાહેરમાં તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી લઇ પાંચેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
પાંચ જુગારી રૂ. 23,450ના મુદ્દામાલ સાથે ઝડપાયા બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગામના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ધોળા ગામમાં આવેલ ધોળનાથ મહાદેવના મંદિર પાસે ખુલ્લી પડતર જગ્યામાં રેડ કરતા પાંચ શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.
જેમાં ભરત મનસુખભાઈ સિદ્ધપુરા ઉં.વ 52, કિશોર મનજીભાઈ ચૌહાણ ઉં.વ 43, વિવેક બળવંતગિરી ગોસાઈ ઉ.વ 33, કુલદીપસિંહ કિરીટસિંહ ચુડાસમા ઉં.વ 44, અને વિશ્વરાજસિંહ વીરભદ્રસિંહ વાળા ઉં.વ 24 રહે તમામ ઉમરાળા ને સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા રોકડ રૂપિયા 23,540 સાથે ઝડપી લઇ પાંચેય વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

