Gujarat

માણાવદરમાં ધારાસભ્ય ચૈતર વસાવા સમર્થનમાં પદયાત્રા યોજાઈ

માણાવદર વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના અગ્રણી રાજુ બોરખતરીયાની આગેવાની હેઠળ ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા પદયાત્રા માણાવદરના સિનેમા ચોકથી શરૂ થઈ ગાંધી ચોક સુધી યોજાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરોએ ભાગ લીધો હતો.

આ પદયાત્રામાં પાર્ટીના તાલુકા પ્રમુખ રાજુભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્ય અંજલીબેન કારાભાઈ ભાટુ, હરેશભાઈ કણસાગરા, વિભાબેન કણસાગરા, જીવાભાઈ મારડીયા, કારાભાઈ ભાટુ સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ આગેવાનોએ ચૈતર વસાવા પર ચાલી રહેલી કાનૂની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.

પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલા કથિત ખોટા કેસો અને તેના સંદર્ભમાં આવેલા જજમેન્ટનો વિરોધ કરવાનો હતો. રાજુ બોરખતરીયાએ જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સમર્થકો “હું ચૈતરભાઈની સાથે છું” ના હેશટેગ સાથે ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે.