Gujarat

વરસાદને કારણે માણસાના એક મકાનનો મોટો હિસ્સો તૂટી પડ્યો: એક ઘાયલ

માણસામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે એક તરફ ખેડૂતો અને જીવ સૃષ્ટિમાં આનંદ અને રાહતની લાગણી વ્યાપી છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ નુકસાનના અહેવાલો પણ સામે આવી રહ્યા છે રવિવારે માણસા શહેરમાં આવેલા નવા કુવા વિસ્તારમાં ભારે વરસાદના કારણે જૂના મકાનનો એક મોટો હિસ્સો અચાનક તૂટી પડ્યો હતાં આ ગંભીર દુર્ઘટનામાં મકાનની અંદર હાજર એક વ્યક્તિ કાટમાળ નીચે દબાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. જો કે, આ સતત વરસાદ હવે જૂના અને જર્જરિત બાંધકામો માટે આફત સાબિત થઈ રહ્યો છે. માણસાના નવા કુવા વિસ્તારમાં આવેલું એક વર્ષો જૂનું મકાન સતત ભેજ અને પાણીના કારણે નબળું પડી ગયું હતું, જેનો આગળનો એક હિસ્સો રવિવારે પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું હતું.મકાનનો હિસ્સો તૂટી પડતાં જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.