Gujarat

ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત બનશે દેશનું પાવરહાઉસ

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે.

આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રોકાણકારને સંદેશ આપ્યો હતા કે, જે ટ્રેન ચૂકી જશે એ પસ્તાશે. તો મંત્રી અર્જૂન મોઢવાડિયાએ કહ્યું હતું કે, નવી પોલિસીથી 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષી શકાશે.

રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે રાજ્યને ભારતનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવા માટે ઘડાયેલી આ નવી નીતિ હેઠળ સામાન્ય ઔદ્યોગિક નીતિ કરતાં પણ વધુ આકર્ષક પ્રોત્સાહનો અને સબસિડી આપવામાં આવશે. ડેટા સેન્ટર ઉદ્યોગમાં જરૂરી ભારે મૂડીરોકાણ, સતત વીજ પુરવઠો અને પાણીની જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકાય તે માટે સરકાર વિશેષ સહાય પૂરી પાડશે.

આ નીતિના અમલીકરણ માટે ગુજરાત સરકારનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળનો ડિરેક્ટોરેટ ઓફ ICT એન્ડ ઈ-ગવર્નન્સ નોડલ એજન્સી તરીકે કામગીરી સંભાળશે અને રોકાણકારોને સિંગલ-વિન્ડો સુવિધા ઉપલબ્ધ કરાવશે.