જામનગરમાં અષાઢી બીજના પાવન અવસરે ઘી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશન દ્વારા ગૌસેવા અને વરુણદેવને રીઝવવાના હેતુથી ભંડારાનું આયોજન કરાયું છે. સંસ્થા દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ 7,000 લાડુનું વિતરણ કરવામાં આવશે.
આ લાડુઓનું વિતરણ 12 જુલાઈ, રવિવારના રોજ શહેરની વિવિધ ગૌશાળાઓ, મંદિરો અને અન્ય સ્થળોએ ગાયોને ઘઉંના લાડુના પ્રસાદ સ્વરૂપે કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રેઈન માર્કેટના મજૂર ભાઈઓને 1,500 બુંદીના લાડુનો પ્રસાદ અપાશે.

આ આયોજન માટે અંદાજે 700 કિલો ઘઉંનો લોટ, 500 કિલો દેશી ગોળ, 150 કિલો તેલ અને 80 કિલો ચણાનો લોટ ઉપયોગમાં લેવાશે. આ સામગ્રીમાંથી કુલ 7,000 ઘઉંના લાડુ ગાયો માટે અને 1,500 બુંદીના લાડુ મજૂરો માટે તૈયાર કરાશે.

