સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો શિયાળો એટલે ખાસકરીને નારંગી, માલ્ટા, પપૈયા, જામફળ જેવાં ફળોની ઋતુ. હા આ શિયાળામાં આવતાં પેલાં ચણિયા બોર.! જો કે એ તો જંગલમાં કે ગામનાં સીમાડે કોઈ ખેતરોના શેઢે સ્યંમ ઊગેલી બોરડીનાં કાંટાની મધ્યે આ લાલ ચટક ચણિયા બોર ઊગેલાં જોવા મળે છે. આમ તો શિયાળામાં જ પેલાં થોરમાં ફીંડલાં જેવાં સ્વાસ્થ્ય વર્ધક ફળો પણ શિયાળાની આ ઋતુમાં જ જોવા મળે છે. સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે અહીં અબ્દુલભાઈ અવારનવાર પોપૈયા, નારંગી, સફરજન જેવા ફળોનો આખો ટેમ્પો ભરીને વેચવા આવે છે. એનો વ્યાજબી ભાવ હોય જોતજોતામાં તો સ્ટોક ખલાસ થઈ જતો પણ જોવા મળે છે આમ ઋતુ અનુસાર ફળ ખાવા એ પણ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અને પેલી દેશી શેરડી તો ભૂલાય જ નહીં.

