National

તમિલનાડુમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાના મદ્રાસ હાઇકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂક્યો

તમિલનાડુ મુખ્યમંત્રી વિજયની ટીવીકે સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો જેમાં તમિલનાડુમાં ગાય અને વાછરડાની કતલ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરાયેલી સ્પેશિયલ લીવ પિટિશન પર નોટિસ જારી કરતી વખતે વચગાળાનો આદેશ આપ્યો હતો.

મીડિયા સુત્રોના અહેવાલ મુજબ, રાજ્યવ્યાપી પ્રતિબંધનો નિર્દેશ આપનારા હાઇકોર્ટના આદેશના અંતિમ ફકરામાં “સુધારણા”ની જરૂર હોવાનું જણાય છે, એમ બેન્ચે જણાવ્યું હતું.

ટીવીકે સરકારની અરજી

તમિલનાડુ સરકારે પોતાની અરજીમાં હાઇકોર્ટના ૨૭ મેના આદેશને પડકાર્યો હતો, જેમાં મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ખાતરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો કે રાજ્યમાં ક્યાંય પણ ગાય કે વાછરડાની કતલ ન થાય, પછી ભલે તે ૨૮ મેના રોજ બકરી ઈદની પૂર્વસંધ્યાએ હોય કે અન્ય કોઈ દિવસે.

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે જ્યારે હાઈકોર્ટે યોગ્ય રીતે કહ્યું હતું કે પશુ કતલ ફક્ત નિયુક્ત કતલખાનાઓમાં જ થઈ શકે છે, ત્યારે તેણે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે બકરી ઈદ અથવા અન્ય કોઈ દિવસે ગાય કે વાછરડાની કતલ ન કરવી જાેઈએ. રાજ્યએ કહ્યું કે આ નિર્દેશો વિરોધાભાસી છે.

હાઈકોર્ટે ૧૯૭૬ના ચુકાદા પર પોતાનો આદેશ આપ્યો હતો, જેમાં દૂધ ઉત્પાદનને સુરક્ષિત રાખવા અને ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપવા માટે ગાયોની કતલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જાેકે, તમિલનાડુ સરકારે સર્વોચ્ચ અદાલત સમક્ષ પોતાની અરજીમાં દલીલ કરી હતી કે હાઈકોર્ટનો આદેશ તમિલનાડુ પશુ સંરક્ષણ અધિનિયમ, ૧૯૫૮ ની જાેગવાઈઓની વિરુદ્ધ છે. નોંધનીય છે કે, ૧૦ વર્ષથી વધુ ઉંમરની ગાયો જે હવે કામ કરવા અથવા સંવર્ધન માટે યોગ્ય નથી, કાયદા મુજબ સક્ષમ અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા પછી તેમની કતલ કરી શકાય છે.

મદ્રાસ હાઈકોર્ટનો ગૌહત્યા પ્રતિબંધ આદેશ

હિન્દુ મક્કલ કાચીના મહાસચિવ કે સૂર્ય પ્રસંત દ્વારા દાખલ કરાયેલ જાહેર હિતની અરજી (ઁૈંન્) ની સુનાવણી કરતી વખતે મદ્રાસ હાઈકોર્ટે આ આદેશ આપ્યો હતો.

અરજીમાં એવી ખાતરી કરવા માટે નિર્દેશોની માંગ કરવામાં આવી હતી કે પશુ કતલ ફક્ત નિયુક્ત કતલખાનાઓમાં જ થાય. જાેકે, હાઈકોર્ટે તમિલનાડુમાં કોઈપણ દિવસે ગાય અને વાછરડાની કતલ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ લાદ્યો.