Gujarat

લાલપુરમાં બુધવારે સવારથી વાતાવરણમાં પલટો

લાલપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બુધવારે વહેલી સવારથી ધીમો વરસાદ શરૂ થયો છે. સતત ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. વરસાદને પગલે રસ્તાઓ ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા દિવસ દરમિયાન વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.