Gujarat

ગુજરાતમાં 100 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ વધુ એક મોટી ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ભરતી માટે ઉમેદવારો 17 જુલાઈ 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરી શકશે, જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2026ની રાત્રે 11:59 કલાક સુધી રહેશે.

ઉમેદવારોએ OJAS પોર્ટલ મારફતે અરજી કરવી પડશે આ ભરતી માટે ઉમેદવારોએ OJAS પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા માટે MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેનું સંભવિત આયોજન નવેમ્બર 2026 દરમિયાન કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને અરજી કરતા પહેલાં વિગતવાર સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવાની અને તમામ વિગતો યોગ્ય રીતે ભરવાની સૂચના આપી છે.

દિવ્યાંગ ઉમેદવારો માટે નિયમ મુજબ અનામતનો લાભ અપાશે જાહેરાત મુજબ 100 જગ્યાઓમાંથી સામાન્ય વર્ગ માટે 58, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10, અનુસૂચિત જાતિ (SC) માટે 22, અનુસૂચિત જનજાતિ (ST) માટે 4 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમ મુજબ અનામતનો લાભ આપવામાં આવશે.