Gujarat

શહેરમાં ટ્રીટમેન્ટ વગર જ ગંદુ પાણી દરિયામાં ઠાલવતું મહાનગરપાલિકા

મહાનગરપાલિકા દ્વારા રોજનું લાખો લીટર ગંદુ પાણી શુદ્ધ કરવાના દાવાઓ વચ્ચે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની સરપ્રાઈઝ વિઝિટે તંત્રની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા પ્લાન્ટ છતાં, કોઈ જ પ્રોસેસ કર્યા વિના ઝેરી અને ગંદુ પાણી સીધું દરિયામાં વહાવી દઈ પર્યાવરણનો સોથ વાળવામાં આવી રહ્યો છે.

​GPCB દ્વારા આ ગંભીર લાપરવાહી બદલ કોર્પોરેશનને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જોકે, જવાબમાં કોર્પોરેશને લૂલો બચાવ કરતા જણાવ્યું કે, “પ્લાન્ટમાં મેન્ટેનન્સનું કામ ચાલતું હોવાથી થોડો સમય પાણી પ્રોસેસ વગર વહી ગયું હતું.

આ બેજવાબદાર જવાબથી સાબિત થાય છે કે પર્યાવરણ અને કાયદાની તંત્રને કોઈ પડી નથી. મહાપાલિકા દ્વારા આવી ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોય તે કોઈ રીતે ગળે ઉતરે તેમ નથી. આ પ્લાન્ટની ક્ષમતા અને કામ કરવાની આવડત પર સવાલ ઉભા થયા છે. ત્યારે આ બાબતે તટસ્થ તપાસ જરૂરી બની છે. ​