Gujarat

લાલપુર-પોરબંદર હાઇવે પર કાર-બાઈક અકસ્માત

લાલપુર-પોરબંદર હાઇવે પર ભણગોર પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નકલંકધામ સણોસરી ખાતે મેળાનું આયોજન હોવાને કારણે આ હાઇવે પર સામાન્ય દિવસો કરતાં વધુ વાહનવ્યવહાર હતો, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી હતી.

પોલીસકર્મીઓ અને રાહદારીઓએ તાત્કાલિક મદદ કરીને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડ્યા હતા. આ પ્રયાસોથી ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાઈક ચાલકને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.