ઉત્તરાખંડના ચમોલી પોલીસની એક ખાસ તપાસ ટીમ દ્વારા કથિત બદ્રીનાથ ધામ દાન ચોરી કેસના સંદર્ભમાં બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ પાસેથી છેલ્લા ત્રણ વર્ષનો દાન રેકોર્ડ માંગ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે તેઓ અત્યાર સુધી ધરપકડ કરાયેલા બે આરોપીઓ ઉપરાંત વધુ લોકોની સંડોવણીની પણ તપાસ કરી રહ્યા છે.
બદ્રીનાથ સ્ટેશન હાઉસ ઓફિસર મહાદેવ ઉનિયાલે જણાવ્યું હતું કે, “અમારી તપાસ આગળ વધતાં, અમે મ્દ્ભ્ઝ્ર ને છેલ્લા ત્રણ વર્ષનો દાન રેકોર્ડ પ્રદાન કરવા કહ્યું છે.”
તેમણે કહ્યું, “અમે બંને આરોપીઓ વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા બાદ તેમની ધરપકડ કરી છે. અમને શંકા છે કે ચોરીમાં વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે છે. તેમની સામે પુરાવા એકત્રિત કરવામાં સમય લાગશે. તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.”
શુક્રવારે જીૈં્ એ નિવૃત્ત મ્દ્ભ્ઝ્ર મંદિર અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ૩૦ જૂને નિવૃત્તિ લેતા પહેલા ત્રણ વખત ગણતરી ખંડમાંથી રોકડ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. પોલીસે બદ્રીનાથ મંદિરમાં ચૌહાણને ફાળવવામાં આવેલા રહેઠાણ પર દરોડા દરમિયાન વિદેશી ચલણ અને અન્ય સંપત્તિ પણ જપ્ત કરી હતી.
ઉનિયાલે જણાવ્યું હતું કે, “અમે બદ્રીનાથ ધામમાં મંદિર અધિકારી તરીકે આરોપીને ફાળવવામાં આવેલા રૂમમાંથી વિદેશી ચલણ, કેસર અને ઘી જેવી અન્ય સામગ્રી જપ્ત કરી હતી.”
શનિવારે ચૌહાણને ચમોલીની સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેમને ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
અગાઉ, અધ્યક્ષ કાર્યાલયના સસ્પેન્ડ કરાયેલા અંગત સહાયક પ્રમોદ નૌટિયાલની દેહરાદૂન સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ઉનિયાલે ગયા અઠવાડિયે કહ્યું હતું કે નૌટિયાલ તપાસકર્તાઓને કથિત રીતે સહકાર આપી રહ્યા નથી. પોલીસે અત્યાર સુધી નૌટિયાલ પાસેથી શાલીગ્રામ પથ્થર સિવાય કોઈ ચોરાયેલી રોકડ, સોના અને ચાંદીના સિક્કા જપ્ત કર્યા નથી.
કથિત દાનની ચોરીની અનેક મોરચે તપાસ ચાલી રહી છે. મ્દ્ભ્ઝ્ર દ્વારા રચાયેલી ચાર સભ્યોની આંતરિક સમિતિએ સમિતિના અધ્યક્ષને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. અલગથી, એક પોલીસ જીૈં્ આ કેસની તપાસ કરી રહી છે, જ્યારે ઉત્તરાખંડ સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિ સ્વતંત્ર તપાસ કરી રહી છે.

