National

અમદાવાદ ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં વધુ ૧નું મોત, મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો

અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ: પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું

શહેરના રામોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં વધુ એક ઘાયલનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક વધીને ૧૦ થયો છે. ઘાયલોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ૪ લોકોને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેમની ડેડબોડી એલજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મૃતક ૯૫ ટકા સુધી દાઝ્યા હોવાથી તેમની હાલત અત્યંત ગંભીર હતી અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ઇછહ્લ કેમ્પની પાછળ મહેમદપુરામાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. ફટાકડાની ફેક્ટરીમાં આગના મામલે રામોલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ૩ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા છે. ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીના માલિક મેડુલ ડોડિયા સહિત ૩ વ્યક્તિઓની અટકાયત કરી છે.

રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં પોલીસે ૨૦મી જુલાઈએ આરોપીને ઘી કાંટા કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના ૨૭મી જુલાઈ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીના રિમાન્ડ બાદ પોલીસ મેહુલ ડોડીયા અને સાદિકને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.

રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટના બંને આરોપી સાદિક અને મેહુલને પોલીસ ૨૦મી જુલાઈએ પંચનામું કરવા અર્થે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાનો તાગ મેળવવાની કાર્યવાહી કરી હતી. જેને લઈને પોલીસે જણાવ્યું હતું કે, ‘બનાવ સમયે આરોપી કે ભોગ બનનાર વ્યક્તિ કઈ જગ્યા હતા, કઈ રીતે ઘટના ઘટી, તે બાબતે આરોપીને ઘટનાસ્થળે લાવી જીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આરોપના ફોન ઘટનામાં સળગી ગયા હોવાનું જણાવતા તેની તપાસ ચાલી રહી છે. એક જ જગ્યાએ મેહુલ અને સાદિકના અલગ અલગ યુનિટ હતા. આ જગ્યા ભાડાના હતી, જેનું ૧૫૦૦૦ જેટલું ભાડું હતું. જમીન માલિકની હાલ પૂછપરછ કરવાની કામગીરી ચાલી રહી છે.‘

પોલીસે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મેહુલ ડોડિયા, તેની માતા રમીલાબહેન ડોડિયા અને સાદિક સૈયદને કોર્ટ સમક્ષ રજૂ કરીને સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. જાેકે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી. આર. ઠાકુરની કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને મુખ્ય આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.